નિહાળતો રહ્યો આ સૌંદર્ય તારુ
આ કલા છે તારી કે જાદુ તારો
મોરના પીંછામાં તું રંગ પૂરનારો
લીલીછમ ચાદર આ ભૂમિ પર પાથરનારો
રંગબેરંગી ફૂલો સાથે ઘરા મહેકાવનારો
પંખીના કલરવમાં પણ સંગીત પુરનારો
કોયલના કંઠમાં તો તું જ રમનારો
આભલાના અગણિત તારલાઓને ચમકાવનારો
પાંચ તત્વોની આ કાયા ઘડનારો
હરતાં ફરતાં દેહમાં તું જ છો પ્રાણનો પૂરનારો
નિહાળતો રહ્યો આ સૌંદર્ય તારુ
આ કલા છે તારી કે જાદુ તારો
યોગી
-Dave Yogita