હતી શું ખબર આંખો દીવાની થવાની...
નજર અમારી જરા અલગારી થવાની...
ખરી ગયા ભલે પર્ણો બધી શાખાઓ પરથી...
પાનખરની આ ઠંડી ગુલાબી થવાની...
ત્રાસી નજરોની એવી તે અસરો થવાની...
કે હૃદયની લાગણીઓ બધી છતી થવાની...
સ્મિત ની હેરફેર નથી અમસ્તી થવાની...
મુલાકાત ભલે નાની પણ મસ્તી થવાની...
કૂંપળ ફૂટે પ્રેમની ને મૌસમ દીવાની થવાની...
જો ને આજ વસંત ની તૈયારી થવાની...
-Tru...