ચિતર્યું,
એક પિંજરબંધ પંખીએ,
ખુલ્લા ગગનનું ચિત્ર.
પૂર્યા એમાં એણે,
સંજોયેલા મનનાં તરંગ.
દોર્યો એમાં એણે,
એક મનગમતો ચાંદલિયો.
પામી ન શકે તોય,
ચાહે છે જેને બમણો.
દોર્યા એણે આકાશે,
ઇચ્છાનાં ઊડતાં પક્ષીઓ,
જે હતા અપેક્ષાનાં સાક્ષીઓ.
ચિતરી એક ઊડતી વાદળી,
મુક્તપણે જે હતી વિહરતી.
એકલતા એને ચોપાસે ભીંસતી,
પિંજરે બેઠી એ ઊડવા ઝંખતી,
કદી કદી એ જાતે જ,
પોતાની ઘેલછાઓ પર મલકતી....
✍️ સરગમ
-Priyanka Chauhan