" તમે Bન્દાસ આવો "
( ગઝલ )
રોજ આવો આ હૃદયમાં કે બનીને શ્વાસ આવો.
ખાસ ગમશે વાત એ તો કે બની વિશ્વાસ આવો.
પ્રેમ વરસે રીત એવી ખાસ રાખી આવજો હા;
કે મને મળવા તમે માણસ બનીને ખાસ આવો.
જિંદગીને તો જ ગમશે વાત માનો જો તમે તો;
એક જેવી હોય મોસમ એમ બારેમાસ આવો.
જાત ન્યોછાવર કરી દઈશું કરો જો કામ એવું;
ચાંદ સાથે એક આખે આખુ લઈ આકાશ આવો.
ઘર સુશોભિત છે સદા બસ રાહ જોતો હું તમારી;
કોઈ પણ ખચકાટ રાખો ના તમે Bન્દાસ આવો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગા લ ગા ગા × ૦૪