દેહ મળ્યો છે માનવનો,
સાર્થક કરવાની તૈયારી તું રાખજે
જીવન અને મૃત્યુ વચ્ચે,
જજુમવાની તૈયારી તું રાખજે
સુખ અને દુઃખતો આવશે,
દુઃખમાં હિમ્મત અને સુખમાં સરળતા તું રાખજે
ધક્કો મારવાવાળા ધક્કો પણ મારશે,
આ ધક્કો ખાઈને પણ ઊભી થવાની તૈયારી તું રાખજે
ઘણા મળશે તને ધિક્કરવા વાળા,
પણ આ ધિક્કારને પ્રેમમાં બદલવાની કળા તું રાખજે
એક હાથ તૂટી પણ જાય તો,
બીજા હાથે એને ઉપાડીને હાલવાની વાત યાદ તું રાખજે
દિલ ગમે એટલી વાર તૂટી જાય,
પણ હિંમત કોઈ તોડી ના શકે મજબૂત કડી તું રાખજે
જિંદગી છે રડાવી જાય કોઈ તોય,
હસી શકાય એ વાત પર એવી નાદાની તારામાં રાખજે
અંતમાં,
જીવન સહેલું નથી કહે છે બધા,
ખરેખર, મોત આવે ત્યારે તેને ભેટવાની તૈયારી તું રાખજે
જીવન અને મૃત્યુ વચ્ચે,
જજુમવાની તૈયારી તું રાખજે
યોગી
-Dave Yogita