માધવ
ક્રિષ્ના કહું કે કહું તમને કાનજી
એક વાર તો પધારો માધવજી .
પ્રેમ ભક્તિ તમારી હે નંદલાલજી
મુખે વહે જ્ઞાનની વાણી ગીતાજી.
મીરાંબાઈ ને શ્યામ તમે વ્હાલા જી
મુરલીધર તેમને વ્હાલાં છે રાધાજી.
ભક્ત વત્સલ ભગવન્ સદગુરૂજી
કહે નર આ ભવસાગર તમે તારો જી.
નારાણજી જાડેજા (ગઢશીશા )
નર
મુન્દ્રા