Gujarati Quote in Motivational by Kinjal Sonachhatra

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તૈયારી...

તૈયારી શરુ કરી દો દોસ્તો...
તમને થશે સેની?
આગળ વધવા ની...
જેમ જેમ મોટા થશો તેમ તેમ વિચાર આવશે, જે સગા સંબંધીઓ સારા દેખાય છે એ એટલા છે નહિ.
જે દોસ્તી આપણે દિલ થી નિભાવતા હતા, એની આજે કિંમત ચૂકવવી પડે છે.
કોઈ પણ સંબંધમાં આજે કંઈક ને કંઈક સ્વાર્થ છુપાયેલો છે.
માતાપિતા જેટલું તમને કોઈ આગળ વધારવા ઇચ્છતું નથી.
કોઈ પણ નાની એવી જોબ કે નાના ધંધા માટે તમારે સામે કોમ્પિટિશન ઘણા છે.
પાંચ હજાર પણ કમાવવા ઘણીવાર અઘરા પડશે અને ક્યારેક પાંચ લાખ સહેલા.
ઘણી વખત તમારી ડિગ્રી ની કોઈ જ કિંમત નહિ હોય અને ક્યારેક તમારી ડિગ્રી ને લીધે જ તમને બધા ઓળખતા હશે.
થોડા મોટા થશો તો ભાઈ - બહેન ના મેરેજ થશે, એમના માં થોડા ઘણા અંશે વ્યવહાર માં બદલાવ આવશે. ક્યારેક સારા અને ખરાબ પણ... બધું સહન કરવા ની શક્તિ ની તૈયારી કરી લો દોસ્તો...
થોડા મોટા થશો એટલે ઘર ના ભાગ અને ક્યારેક માતાપિતા ના પણ ભાગ થતા જોવા મળશે અને એક સમયે જયારે તમે મોટા થશો તમારો પણ સાથ કોઈ ને જોતો હશે અથવા ન પણ જોતો હોય.
ક્યારેય એકલતા સાથે પણ જીવતા શીખવા ની તૈયારી કરી લો દોસ્તો...
અને એક દિવસ આ બધું જ તમે ભેગું કરેલું, તમારો પરિવાર, ગાડી, બંગલા, છોકરા બધું જ છોડવું પડશે એ માટે પણ હિમ્મત ભેગી કરી લો દોસ્તો...
છેલ્લે એટલું જ કહીશ, ગમે તે પરિસ્થિતિ આવે પણ અડીખમ ઉભા રહેશો તેવી તૈયારી કરી લો...

Gujarati Motivational by Kinjal Sonachhatra : 111849378
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now