...#...યોગમાયાના સોળ શણગાર...#...

"સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,
માઁએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે..."

ઉપરોક્ત પંક્તિ વાંચતા જ આપણો ગુર્જર જીવડો નવરાત્રીના ચોકમાં ઉતરીને તાલબદ્ધ તાળીઓ સાથે ગરબે ઘૂમવા લાગી જાય...ખરું ને ???
પણ આ અલગારી મનડું અહિંયા પણ અલગ પડ્યું બોલો... કહે કે,"અરે કમલ, આ માઁએ સોળ શણગાર કેમ સજ્યા?" બે-ચારથી કામ ન ચાલે? આ સોળ જ કેમ?
મેં કહ્યું,"હે મૂઢ મનવા,આ તો આદિશક્તિ છે,વગર સાજ-શણગારે પણ એમના સૌંદર્યની તોલે કોઇ ન આવે.પણ આ તો જ્યારે એમને આદિપુરુષ(મહાદેવ-આદિશિવ)ની સન્મુખ થવાનું છે ત્યારે આદિશક્તિને પોતાનું એ સૌંદર્ય પણ ઓછું લાગે છે,અને પછી એને હજુ વધારે નિખારવા માટે યોગમાયા એક એક કરતા સણગાર સજે છે. જેમ જેમ સણગાર સજતા જાય છે એમ એમ હજુ એક હજુ એક કરતાં કરતાં પૂરા સોળ શણગાર સજે છે ત્યારે એમને સંતુષ્ટી થાય છે."
મનડું : ઓહ્‌ એવું!!!?
હા...
મનડું : અદ્દભુત....તો હવે સાથે સાથે એ સોળ શણગાર વિશે વિસ્તારથી જણાવીશ?
અવશ્ય....
તો સાંભળ મનવા, ઋગવેદમાં યોગમાયાના આ સોળે શણગાર વિશે સુંદર ઉલ્લેખ છે.
અને તને આના આજના વૈજ્ઞાનિક યુગમાં વૈજ્ઞાનિક તથ્ય પણ જણાવું અને સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિની દિવ્યતાના દર્શન પણ કરાવું.

૧) પાનેતર:-
કન્યાના શૃંગારમાં સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર. એમાં લાલ, પીળો કે ગુલાબી રંગ પસંદ થતો હોય છે. લાલ રંગ શુભ, મંગળ અને સૌભગ્યનું પ્રતીક છે.
તેથી શુભ કાર્યોમાં લાલ રંગનું સિંદૂર, કુમકુમ અને પાનેતર અવશ્ય હોય છે.
*લાલ રંગ ઉત્સાહનું પણ પ્રતીક છે.

૨) સિંદૂર :-
લગ્ન પછી પત્ની પ્રથમવાર પતિના હાથે માથામાં સિંદૂર ભરવામાં આવે છે. નારી એ સિંદૂરને ક્યારેય ભૂંસાવા દેતી નથી. પતિના દીર્ધાયુ માટે સ્ત્રીઓ માથામાં સિંદૂર લગાવે છે.
*સિંદૂર લાલ લેડ ઑક્સાઇડમાંથી, પારો અને સીસુના ભુક્કામાંથી તૈયાર થાય છે. એને કારણે મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું મનાય છે. એ સ્ત્રીઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે અને શાંત રાખે છે.

૩) ટિકો :-
સુવર્ણ નિર્મિત આ ઘરેણું સ્ત્રીના મસ્તકને શોભાવે છે. નવવધૂએ માથાની બરાબર વચ્ચે એને પહેરવો જોઈએ, જેથી લગ્નજીવન બાદ તેનું જીવન હંમેશાં સીધા સરળ રસ્તે ચાલે અને કોઈ પક્ષપાત વિના સંતુલિત રીતે નિર્ણયો કરી શકે.
* આ આભૂષણ નારીના શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને તેથી શાંતચિત્તે સ્ત્રી નિર્ણયો લઈ શકે.

૪) ગજરો :-
ચમેલીના ફૂલો દ્વારા તૈયાર થતો ફૂલગજરો એ એક કુદરતી શૃંગાર છે. આ પુષ્પની ફોરમ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. વાળની સુંદરતા વધારતો આ ફૂલગજરો નારીના ધૈર્યનું પ્રતિક છે.
* ચમેલીની ખુશ્બૂ તણાવને દૂર કરે છે.

૫) ચાંદલો :-
મસ્તિષ્ક પર બે ભ્રમરની વચ્ચે કરવામાં આવતી કુમકુમની બિંદી નારીના સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે. અત્યારની નારી વિવિધ પ્રકારના તૈયાર સ્ટિકર લગાવે છે.
* ભ્રમરકેન્દ્રના આ નર્વ-પોઇન્ટ પર ચાંદલો કરવાથી એકાગ્રતા વધે છે.

૬) કાજલ :-
કાજલથી આંખોની સુંદરતા ઓર નિખરે છે. કાજલ આંજેલી આંખો ધારદાર લાગે છે. કહે છે કે આનાથી સ્ત્રીનું બુરીનજરથી રક્ષણ થાય છે.
* કાજલથી આંખોમાં ઠંડક મળે છે.

૭) કર્ણફૂલ (બૂટી) :-
પરણિત સ્ત્રી, સાસરિયાની કે અન્ય કોઇની નિંદા સાંભળવાથી દૂર રહે છે એના પ્રતિક રુપે કર્ણફૂલ પહેરે છે. આ કાનની સુંદરતામાં વધારો કરે છે.
* કાનની બૂટ પર ઘણા એક્યુપ્રેશન પૉઇન્ટ છે. જેના પર આભૂષણનું દબાણ આવવાથી કિડની અને બ્લેડરની કામગીરીમાં રાહત મળે છે.

૮) નથણી :-
નવવધૂને નથણી પહેરાવામાં આવે છે. કહેવાયછે કે સૌભાગ્યવતી સ્ત્રી નથણી પહેરે તો તેનાથી પતિના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
* નથણી પહેરવાને સીધો સંબંધ સ્ત્રીના ગર્ભાશય સાથે છે. નાકની કેટલીક નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે.

૯) મંગળસૂત્ર :-
સૌભાગ્યવતી સ્ત્રી હંમેશા મંગળસૂત્ર ધારણ કરીને રાખે છે. પતિ અને પત્નીને જીવનભર મંગળમય એકસૂત્રમાં બાંધી રાખનારા આભૂષણ તરીકેનું સ્થાન એનું છે. એવી માન્યતા છે કે, મંગળસૂત્રથી સકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે.
* મંગળસૂત્ર નારીના હૃદય અને મનને શાંત રાખે છે. મંગળસૂત્ર સોનાનું હોય છે અને સોનું શરીરમાં બળ અને તેજ વધારનારી ધાતુ મનાય છે.

૧૦)બાજુબંધ :-
સોના-ચાંદી જેવી ધાતુઓથી નિર્મિત આ આભૂષણ નારીના બાવડાની ઉપરની તરફ ધારણ કરવામાં આવે છે. આનાથી ધનની સુરક્ષા થાય છે.સર્પાકાર આ આભૂષણ વિવાહિત સ્ત્રી હંમેશા ધારણ કરીને રાખતી હતી.(હવે જવલ્લે જ જોવા મળે છે)
* બાવડા પર આ આભૂષણના દબાવથી રક્ત પરિભ્રમણ સારું રહે છે.

૧૧) ચૂડી (બંગડી) :-
ચૂડી પહેરતાં જ નારીના હાથની સુંદરતા અનેકગણી વધી જાય છે. ચૂડી એ દંપતીના ભાગ્ય અને સંપન્નતાનું પ્રતિક છે.

૧૨) વીંટી :-
સુવર્ણ,ચાંદી નિર્મિત આ આભૂષણ આંગળીઓની શોભા વધારે છે. સગાઇ વખતે યુગલ એકબીજાની અનામિકા પર વીંટી પહેરાવે છે.વિંટી એકબીજાને પ્રેમમાં વિંટળાયેલા રાખે છે.
* અનામિકા આંગળીની નસ સીધી હ્રદય સાથે જોડાયેલી હોય છે. આ નસ પર દબાણ રહેતા હ્રદય સ્વસ્થ રહે છે.

૧૩) મહેંદી :-
પ્રસંગોપાત સ્ત્રીઓ હાથ-પગમાં મહેંદી લગાવતી હોય છે. કહેવાય છે કે હિનાનો રંગ જેટલો ગાઢ આવે, પ્રિયતમ તરફથી એટલો જ ગાઢ પ્રેમ મળે છે.
*મહેંદી તણાવને દૂર રાખે છે,ઠંડક બક્ષે છે. એની સુવાસથી મન પ્રફુલ્લિત રહે છે.

૧૪) કમરબંધ :-
વિભિન્ન ધાતુઓથી નિર્મિત આ આભૂષણ નાભી પાસે કમરના ભાગમાં પહેરવામાં આવે છે. કમર ની સાથે સાથે શરીરની આકર્ષકતા વધારે છે.
* ચાંદીનો કમરબંધ ધારણ કરવાથી માસિક અને ગર્ભાવસ્થાની પિડામાં રાહત રહે છે.

૧૫) પાયલ :-
પગની સુંદરતાને આસમાન પર પહોંચાડનાર આ આભૂષણ એની સૂમધુર ધ્વની દ્વારા સમગ્ર વાતાવરણ આનંદથી ભરી દે છે.
* ઝાંઝરની મધુર ધ્વની માનસિક સંતુલન જાળવી રાખે છે.

૧૬) વીછિયા :-
ચાંદી-તાંબા જેવી વિભિન્ન ધાતુઓ દ્વારા નિર્મિત આ આભૂષણ પગની આંગળીને અધિક સુંદર બનાવે છે. વિવાહિત સ્ત્રી પગની આંગળી પર વીછિયા ધારણ કરે છે. આનાથી ઘરમાં સંપન્નતા આવે છે.
* વીછિયા ધારણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે,નસ સંબંધી તકલીફો દૂર રહે છે. રક્તચાપ (બ્લડ પ્રેશર) પણ નિયંત્રણમાં રહે છે.


સમજાયું મનવા? આ છે આપણી સનાતન સંસ્કૃતિની દિવ્યતા... પણ જવા દે વ્હાલા, તને નહિં સમજાય આ બધું. કારણકે તું અને તારી જેમ તારી આખી સો કોલ્ડ મોર્ડન પેઢી આપણી સંસ્કૃતિથી વિમુખ થઇ ગયા છો. પણ હા, જો કાલ ઉઠીને કોઇ ફિરંગી ભારત આવી, સંસ્કૃત ભાષા શીખી આનો મર્મ જાણશે, અને પાછો એના દેશમાં જઇ એ મર્મને પોતાના નામે ચઢાવી આધુનિક રિસર્ચના નામની તક્તિ લગાવી, તારી સામે પિરસસે ત્યારે તું નવી બોતલમાં આ જૂની મદિરા હોંશે હોંશે પી જઇશ.
અપિતુ મારો બનાવેલ ત્રિદોષ નાશક "કાઢો" તને નહીં ફાવે...

જય ભોળાનાથ...
હર... હર... મહાદેવ હર....

Gujarati Religious by Kamlesh : 111849221
Kamlesh 1 year ago

ધન્યવાદ રવિનાજી..!!!

Ravina 1 year ago

Nice information

Kamlesh 1 year ago

ધન્યવાદ કામીનીજી...!!!

Kamini Shah 1 year ago

Nice information

Kamlesh 1 year ago

ધન્યવાદ કાજલજી...!!!

Kamlesh 1 year ago

ધન્યવાદ સોનલજી...!!!

Kamlesh 1 year ago

ધન્યવાદ અનુરાગજી...!!!

Kajal Joshi 1 year ago

👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏

Sonalpatadia Soni 1 year ago

ઘણી સારી માહિતી આપી.ધન્યવાદ..

Kamlesh 1 year ago

ધન્યવાદ દર્શિતાજી...!!!

Falguni Dost 1 year ago

ખુબ ખુબ આભાર

Kamlesh 1 year ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...!! જય ભોળાનાથ...!!! આપનો ફરાળ...☺

Falguni Dost 1 year ago

જય ભોળાનાથ..🙏🏻🙏🏻 અંતમા કરેલ કડવુ સત્ય જબરજસ્ત ✍🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now