આ ઠંડીના દિવસોમાં મને વ્હાલ તારો આપી દે,
ઉષ્મા ભરું હું સંબંધમાં એવો ગરમ હાથ આપી દે,
રગે રગમાં ગરમાહટ ફેલાય એવો આલિંગન આપી દે,
પીગળીને તુજમાં જ સમાઈ જાઉં એવી શાલ આપી દે,
ગરમ ચા ની પ્યાલી જેવા તારા અધરોના ઉલાડ આપી દે,
ડૂબું તુજમાં પલડું તુજમાં સમાઉં એવો પ્રેમનો ખયાલ આપી દે,
આમ ટુકડે ટુકડે નાં કર વ્હાલા તું પ્રેમનો એકરાર આપી દે,
હું તો છું તારી,હવે તું તુજને જ મને આપી દે.
B+ve
-Krishna