Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“નજીવી માંગણી “

હુ કયાં કહું છું..???
-કે મને Rôles Roy ગાડીમાં ફેરવ..!
બસ....!!
સાંજ પડે મારો હાથ પકડી, સડકના કિનારે થોડું ચાલને..!!

હું કયાં કહું છું..???
-કે મને Five Star 🌟 Hôtel માં Dinner કરાવ..!
બસ....!
એક ચાંદની રાતે; અગાશીમાં ભોજનની મજા તું માણ ને..!!

હું કયાં કહું છું..???
-કે મને Café Coffee ☕ Day ની જ કોફી ☕પીવડાવ..
બસ....!
હીંચકે હીલોળતા મારી સાથે ☕કોફી ની લિજજત તું માણ ને..!!

હું કયાં કહું છું..??
-કે મને પરદેશ ના પ્રવાસે લઈ જા..!!
બસ..!!
સાગરના તટ પર, રેતીમાં મારી સાથે પગલાં તું પાડને..!!

હું કયાં કહું છું..???
-કે મને upto date ગાડીમાં જ ફેરવ...??
બસ..!!
કોઈકવાર ભર બપોરે પડેલા પંચરની મજા તું માણ ને..!!

હું કયાં કહું છું..???
-કે મને ઢગલાબંધ અલંકારોથી શણગાર..!!
બસ..!!
કોઈક વાર મોગરાની વેણી તું લાવ ને..??

હું કયાં કહું છું..???
-કે આટલા વર્ષ થી, મારા વણ બોલાયેલા શબ્દોને તું સાંભળ ..
બસ..!!
આજે કહી નાંખ્યું છે મે .. તું હવે તો સમજી જાને..!!


cp

Gujarati Blog by Krishna : 111848935
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now