" સમય મારે ચાંટા "
( ગઝલ )
સાચવીને ચાલજો છે કાંટા ઘણાં.
એમના આજે થતા હા આંટા ઘણાં.
કોઈ પામી ના શકે મંઝિલને કદી;
બોલ રસ્તે આજ પડતા ફાંટા ઘણાં.
એ નથી સારા કદી પણ બનતા હવે;
સૌ કહે જોતા જ ઉડતા છાંટા ઘણાં.
'પાળવાની વાત છે ના પાળી શકો;
મૌનની આગોશમાં છે ઘાંટા ઘણાં'.
છે ઘણો ચાલાક સમજી લો આ સમય;
મારતો Bન્દાસ પડતા ચાંટા ઘણાં.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : જદીદ : ગા લ ગા ગા × ૦૨ + ગા ગા લ ગા