નોકરી
કોઈ એ કીધું છે, "કોઈ ના કરે એ નો-કરી!"
સાહેબ નોકરી અત્યારે બધા કરે છે. નાના મોટા જવાન બુઢા બધા ને શું જોઈ એ સારી નોકરી.
દીકરી પરણાવી હોય તો પણ આપણે શું જોઈ એ, સારી નોકરી છે ને!
બહુ સારા હોદ્દા પર કોઈ હોય ને તો પણ એ નોકરી અને ચા વાળા ની દુકાને કે લારીએ કપરકાબી ધોવા વાળો હોય ને એની પણ નોકરી જ.
તો પણ આપણે માન કોને આપીએ જે સારી જગ્યા એ નોકરી કરે છે બાકી છે તો એ પણ કોક નો નોકર જ!
સાચું ને!
દીકરી જો નોકરી કરવા જાય ઘરે કામ પણ ના કરી ને જાય તો પણ માઁ બાપ ને તેની દયા આવે કે બિચાળી મારી દીકરી સવાર થી સાંજ નોકરી કરવા જાય ને તો થાકી જતી હશે ને વહુ જો નોકરી કરવા જાય ને તો કહે રખડવા જાય છે.
છોકરો જો ધંધા માં લાખ કમાતો હશે ને તો નહિ દેખાય પણ નોકરી માં પચીસ હાજર આવતા હશે ને તો સીધું દેખાશે.
નોકરી કોઈ ખરાબ વસ્તુ નથી પણ એક જ નોકરી માટે બધા ની દ્રષ્ટિ અલગ - અલગ છે. માણસ બદલાય તેમ એક જ વસ્તુ માટે તેની દ્રષ્ટિ!