મારે તમારો જ પડછાયો બની રહેવું છે
નથી ઈચ્છા કોઈ મહેલોની
તમારા દિલના એક ખૂણામાં રહેવું છે
સાત વચનોથી બંધાયેલ સપ્તપદી બની રહેવું છે
મારે તમારો જ પડછાયો બની રહેવું છે
સુખ અને દુઃખમાં સાથે હાથમાં હાથ મિલાવી રહેવું છે
મારે તમારો જ પડછાયો બની રહેવું છે
ક્યારેય સાથ ના છોડે એવો હૈયાનો હાર બની રહેવું છે
મારે તમારો જ પડછાયો બની રહેવું છે
અંતમાં,
ગુલામ તો હર કોઈ બનાવે
તમને મારા દિલના રાજા બનાવી
તમારી રાણી બની રહેવું છે
યોગી
-Dave Yogita