દિવસભર સ્ક્રીન સામે રહીને કોડિંગ, એરર અને ડિબગિંગ કર્યા બાદ અંતમાં કંઈક ક્રિએટ કર્યા બાદ.. અંતે નેચરના ક્રિએશનને જોવાની મજા જ કંઈક અલગ છે..
વેલ, તો ૮ ડિસેમ્બર ૨૦૨૨ એટલે કે આજે માર્સ પૃથ્વીની સૌથી નજીક છે અને આજે ફુલમૂન(પૂનમ) પણ છે અને સાથે સાથે બીજા કેટલાંક ગ્રહો જેમ કે જ્યુપિટર અને સેટર્ન પણ જોવા મળશે અને પૂર્વ તરફ ૮:૦૦ વાગ્યા પછી "ઓરાયન કોન્સ્ટેલેશન(મૃગશીર્ષ નક્ષત્ર) જોવા મળશે જેમાં મધ્યમાં ત્રણ તારાઓ જોવા મળે છે, જેને 'ઓરાયન બેલ્ટ' પણ કહે છે આ ઓરાયન બેલ્ટમાં રહેલ ત્રણ તારાઓને કેટલાંક લોકો ઈજિપ્તના ત્રણ પિરામિડ્સ સાથે પણ જોડે છે!
વેલ, ચંદ્રની નજીક અને ચંદ્રની ઉપર તરફ પ્રકાશિત દેખાય છે તે કોઈ તારો નથી તે માર્સ છે! માર્સ દર ૨૬ મહિને તેની ઓર્બિટને કારણે એક વખત પૃથ્વીની નજીક આવે છે!
-નીલકંઠ