તારો પડછાયો
બે બાળકો રોડ ઉપર રહે. મોટો છોકરો માત્ર આઠ વર્ષ નો અને નાની દીકરી ત્રણ વર્ષ ની. દીકરાને તો માતાપિતા ની મૃત્યુ એ જ મોટો કરી દીધો. આખો દિવસ દીકરી ભાઈ ને પૂછ્યા કરે માઁ ક્યારે આવશે? એ કુમળું જીવ શું જાણે કે, નાની ઉંમર માં માતાપિતા ને ખોઈ દીધા છે અને આ રસ્તે જતા રહેગીરો તેને જમવા આપે છે.
લગભગ દશ પંદર દિવસ એ જ રીતે વીત્યા. દીકરી કોઈ વાતે ભાઈ થી રહે નહિ. રડ્યા કરે. દીકરા એ વિચાર્યું કે હું મારી બહેન ને કઈ રીતે માનવું? આખો દિવસ માઁ ને યાદ કર્યા કરે છે. ને આઠ વર્ષ ના કુમળા બાળકે આબેહૂબ પથ્થર માં થી માઁ ની મૂર્તિ બનાવી. આ જોઈ ને બહેન તો હજુ નાની છાની રહી ગઈ.
માઁ ની મમતા તો જુઓ સાહેબ, એ મૂર્તિ બે બાળકોની પડખે એ રીતે હતી કે, તેનો પડછાયો ક્યારેય પણ એ બાળકો પર તડકો ના આવવા દેતો!