" ઈચ્છા પટકાઈ છે "
( ગઝલ )
રોજ રોતા જોઈને વેદના હરખાઈ છે.
ટેવ મારી આયને આજ તો પકડાઈ છે.
જાતને ના ખાસ બદલી શક્યો એ રંજ છે;
કે સમયના હાથમાં જો દશા સપડાઈ છે.
ચાહતી રોજે મને બાથમાં ભીડી ભલા;
કે બદનસીબી વચ્ચે આવતાં ભટકાઈ છે.
જાઉં તો હું જાઉં ક્યાં ના સમજ આવે મને;
ખાઈ ને કૂવા સરીખી સ્થિતિ સરજાઈ છે.
હારતો હંમેશ Bન્દાસ સૌની લાગણી;
કે ઈચ્છા જીતી જવાની સદા પટકાઈ છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મદીદ = ગા લ ગા ગા + ગા લ ગા + ગા લ ગા ગા + ગા લ ગા