*કેવું લાગશે?* ૭-૧૨-૨૦૨૨
એને નહીં ગમે તો,
એ નારાજ થઈ જશે તો
એને આ વાત નહીં જ ગમે
આવું રોજબરોજ બને છે
આને કેવું લાગશે?
ફલાણો શું કહેશે?
પેલા ને કેવું લાગશે?
આમ આખી જિંદગી
બીજાને કેવું લાગશે
એ વિચારોમાં જ રહ્યાં
પણ પોતાને કેવું લાગશે
એ કદીયે વિચાર્યું જ નહીં
ને ભાવના સમજી જ નહીં
સંબંધોમાં પણ
બીજાને ખુશ રાખવા
પ્રયત્નશીલ રહ્યા
પણ પોતાની જાતને
ખુશ રાખવાનું જ
ભૂલી ગયા.
કોણ પોતાનું છે
ને કોણ પારકું છે
એ સમજ્યાં જ નહીં
ને કેવું લાગશે?
એ ચિંતામાં
જિંદગી ની મજા
માણવાનું ચૂકી ગયા..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖