આજે એક અલગ જ ટોપિક પર લખું છું આની પહેલા ક્યારેય નથી લખ્યું
મને નાનપણથી જ મ્યુઝિક નો અનહદ શોખ છે અને એમાં ખૂબ જ રસ ધરાવું છું અને હું ફ્રી સમયમાં ગીતો સાંભળું છું અને તેના શબ્દો અને સંગીત સરસ હોય અને જો કર્ણપ્રિય હોય તો એ ગીતને વારંવાર વાગોળું છું સાંભળીને એના જેવું ગાવા માટે પ્રયત્ન પણ કરું છું રૂટીન કામ કરતા વખતે કુકિંગ કે ડ્રાઇવિંગ કરતા તો હું અવશ્ય ગીત ગાવું છું કે વાગોડું છું ખરું કહું તો દ્વારકાધીશની એટલી મારા પર કૃપા છે કે હું સારું એવું ગાય પણ શકું છું જે ઈશ્વરની મારા પર એક કૃપા જ કહેવાય
પણ આજે શનિવારની સાંજે જ્યારે હું ગીત સાંભળું છું ત્યારે આ લખવા માટે તત્પર થઈ છું કે આજે જે મને વિચાર આવ્યો છે તેના વિશે હું તમને કહેવા માગું છું કે 70 ના દાયકા ના ગીત મોટાભાગે આદિવાસી ઝુંડ કે નાના ગામડાઓમાં જ્યાં નાયક નાયિકા પાછળ ઘણા ખરા માણસો નૃત્ય કરતા હોય તેવા જ મેં જોયા છે તો વળી 80 ના દાયકામાં મોટાભાગે નાયક નાયિકા સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતા હોય અને નીચે ઘણા ખરા પ્રેક્ષકો તેમને જોતા હોય તેવા મોટાભાગે જોયા છે તો ત્યારબાદની વાત કરું 90 ના દાયકા ના ગીતોની કે જે મારા મોસ્ટ ફેવરિટ છે હા યુવાનીના ગીતો કોને પ્રિય ન હોય કે તેમાં પણ નાયક નાયિકા ગીતની મોજમાં હોય અને સાથે તેમના કોલેજના સહપાઠીઓ આઈ થીંક હું એવું વિચારું છું કે નૃત્ય કરતા હોય છે અને એમાંય ખાસ કરીને સાથે સાથે તેઓનો પીછો પણ કરતા હોય છે અને કંઈક ગીતમાં જ આખે આખી સ્ટોરી જાણે બતાવી દેતા હોય છે અથવા તો મોટાભાગના ગીતો તમે એવા પણ જોયા છે કે જે વૃક્ષોની ફરતે જ પૂરા થઈ જાય છે જોકે આવું મને લાગે છે મારું ઓબ્ઝર્વેશન છે એટલા માટે હું અનુભવો છું અને મારા અનુભવોના આધારે બાકી સંગીત તો હંમેશા શ્રેષ્ઠ જ હોય છે અને તે પછી કોઈ પણ દાયકા નું કેમ ન હોય તે પણ વ્યક્તિગત ભિન્નતાને આધીન હોય છે. કોઈને સંગીત સાંભળવું ગમે છે તો કોઈને ગાવું ગમે છે તો વળી કોઈને ખૂબ જ કર્કશ અને મિનિંગલેસ એવા ગીતો સાંભળવા ગમે છે આ પણ એક સ્વભાવગત છે ઘણી વખત હું ડ્રાઇવિંગ કરતી વખતે સાંભળું છું કે ટ્રેક્ટર કે ટ્રકમાં એટલા લાઉડલી મ્યુઝિક વાગતા હોય છે કે જેનો કોઈ જ અર્થ હોતો નથી અને તેના કારણે ઘણા બધા અકસ્માતો પણ થાય છે પણ હંમેશા સંગીત આપણને પ્રેરણા આપનાર હોવું જોઈએ પછી કોઈપણ ગીત કેમ ન હોય અને હું જ્યારે જ્યારે મારા વ્યસ્ત અને ટેન્શન ભર્યા જીવનમાં ગીત સાંભળું છું ત્યારે મને મારી જાતને ફ્રેશ અનુભવવું છું બસ આજે મેં આવું અનુભવ્યું છે તેથી હું અહીંયા લખું છું બાકી સંગીત એ મારા જીવનનો ખૂબ જ મહત્વનું અંગ છે મારી સવાર જ મારા દ્વારકાધીશના સંગીતના સુમધુર ગીતોથી થાય છે અને મને યાદ નથી કે મેં એક પણ દિવસ દ્વારકાધીશની આરાધના ન કરી હોય ધન્યવાદ મારા દ્વારકાધીશને કે કે જેને મને આવી કાબિલિયત આપી અને હા છેલ્લે રોજ રાત્રે મને એવરગ્રીન ગીતો સાંભળવા ખૂબ જ ગમે છે ઘણા તો મારા મોબાઈલમાં સેવ પણ કરેલા છે કે જે હું વારંવાર સાંભળું છું અને ગુનગુનાવુ છું ખુબ આભાર દ્વારકાધીશ