શિર્ષક:- છેલ્લી ઈચ્છા
આભના અજવાળે ને કલમના સથવારે,
વરસતાં મેઘના ઝરમર અવાજે,
ઉભરી એક કાયા જાણે રક્ત વર્ણ માયા,
એના અંગો ઉલાટે ઉગે સુરજ મધરાતે.
કવિ સંમેલનમાં ઉપરોક્ત પંક્તિનો ગાન કરતા નવ યુવક લેખકે પોતાનો પરિચય આપ્યો. અને પોતાની લેખન શૈલીની એક નાનકડી પણ રસપ્રદ વાત કરી. સાંભળીને એની વાત દિલ બાગ બાગ 5થઇ ગયું. વાત હતી એ નવ યુવક લેખક કવિ નાં સાહિત્યમાં પોતાના પા પા પગલી સાથે શુરુવાત કરવાની.
હું તુષાર, તુષાર કુમાર, આપનો પ્રિય કવિ મોહોદય, ઘણાં લેખક સાહેબ પણ બોલાવે છે, પણ હું ફકત તુષાર છું, આપનો તુષાર.એટલે આમ મને તમારા દિલમાં બેસાડો, મોટો ન બનાવો.
આ ઉપરોક્ત જે કાવ્યની 4 પંક્તિ મે રજુ કરી એ એના માટે છે, જેને હું મારા શ્વાસે શ્વાસે ચાહું છું. મારી પ્રેરણા સ્ત્રોત, મારા કલમની તાકત, મારી જીયા. અમે બંને એકબીજાને દિલ જાન થી ચાહતા હતા. પણ એની ચાહ હતી કે હું લેખક બનું, કવિ બનું, નામ કમાવું, પછી જ લગન કરીએ. એ મારી માટે મારી કવિતા સંગ્રહ અને મારો વાર્તા સંગ્રહ પબ્લિશ કરવા માંગતી હતી. પણ કુદરતને કૈક બીજું જ મંજુર હતું. કદાચ અમારો પ્રેમ એને ખૂંચતો હતો. એણે મારી જીયાને મુજથી છીનવી લીધી.
જીયા નાં ગયા પછી મને એની ડાયરી મળી, એમાં જીયાના જીવનની દરેક ક્ષણ લખી હતી. એણે મારી માટે સપના જોયા હતા. કે હું એક લેખક બનું, ને મારું પેલું પુસ્તક જે છપાય એ અમારી પ્રેમ કહાનીના પાયા પર લખાય. એનો શિર્ષક હોય," સ્વપ્નમાં દોર્યું આભ ને, આંખ ખુલી તો રવી ભાસ્યો"
મીત્રો, આજે હું આ કવિ સંમેલનમાં મારી જીયાનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહ્યો છું. આ અમારા સહિયારા સ્વપ્નની એક નાનકડી અનુભૂતિ છે. આશા છે કે આપ સૌને ખૂબ પસંદ આવશે. આટલું કહીને તુષારે પુસ્તકનું વિમોચન ત્યાં હાજર એવા જાણીતા કવિ શ્રી પાસેથી કરવાયું ને જીયાની ઈચ્છા પૂરી કરી.
B+ve