" તાજો રહે ઘાત "
( ગઝલ )
જીતવાનો ઈરાદો શરૂઆતથી.
હારતો હું પહેલી મુલાકાતથી.
જો ખુશી તો થતી જ્યાં મને એ મળે;
કે ઉદાસી ન છટકી કદી વાતથી.
ખ્વાબ આવે ઘણાં જાગતો હોઉ છું;
ઊંઘ વેરાન થઈ ગઈ પછી રાતથી.
નામ લેતો થયો જ્યારથી એમનું;
સૌ કહે રોજ બબડે ભલા જાતથી.
રોજ એતો નજર મારતા જાય છે;
તોય Bન્દાસ તાજા રહે ઘાતથી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪