" સીધી વાતને "
( ગઝલ )
સીધી વાતને એ આડી કરે.
લોકોની બધે એ ચાડી કરે.
દર્શન સારું સૌ પગપાળા જતાં;
ચાલે સૌ અને એ ગાડી કરે.
શીખી લે સમયથી કો' શું કરે?
આજે કો' શરમ ના લાડી કરે.
એકે ના રહે સૌ ચુંટી જતાં;
બોલો, રીંગણાની વાડી કરે.
સુવડાવી બધાને દે આજ પણ;
કુદરતનું કામ એ તો તાડી કરે.
કે Bન્દાસ માને ના એ કદી;
ભેગા થાય ના મગ ફાડી કરે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : કટાઉ = ૦૮ ગા