શરૂઆતમાં એકબીજાને જોઈ, કેવા દુર રહેતા હતાં.
ખબર પડતાં આવે છે અહીથી, રસ્તો બદલતા હતાં.
જોતા હતા એકબીજાંને, પણ છુપાઈને જોતા હતાં.
સામે આવશે તો શું થશે? વિચારો એવાં કરતાં હતાં.
કયારેક સીડીઓ પર તો, કયારેક ક્લાસરૂમ બહાર.
અને ગ્રાઉન્ડ પર મળી જાય તો મોઢા બનાવતા હતાં.
બહાર પણ મળ્યા હતા ને, પણ બોલ્યાં વિના બેઠા હતા.
ખબર નહતી કેમ આની જોડે, દિલના તાર જોડાતા હતા.
કોઈને પ્રેમની, વાતોની કે પછી મળવાની આદત હોતી હશે.
અમે તો એકબીજાની ચિડવવાની આદત પાડતા હતા.
ઝગડા તો હતાં જ એવા, પણ ફિલિંગ ક્યાં સમજતા હતાં.
થોડાં દિવસ નાં મળીએ તો, દિવસો પસાર ક્યાં થતાં હતાં.
-તેજસ