" મને એ ગમે "
( ગઝલ )
આવે સદા સામે મને એ ગમે.
વાતો બધી પામે મને એ ગમે.
સમજાવતા એતો મને આંખથી;
કે પ્રેમના નામે મને એ ગમે.
એ આપવા માંગે સદા હાથ કે;
દોસ્તી, ભલા જામે મને એ ગમે.
રોજે મળી જાતા મને રાહમાં;
એ કોઈ પણ કામે મને એ ગમે.
Bન્દાસને તો રોગ છે પ્રેમનો;
ચર્ચા થતી ગામે મને એ ગમે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
👉 ગા ગા લ ગા × ૦૨ + ગા લ ગા