Gujarati Quote in Story by Kinjal Sonachhatra

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલની રમત

એ દિવસે સુરજ કંઈક અલગ જ લાગી રહ્યો હતો. લાગતું હતું આજે કંઈક વિચિત્ર થવા નું છે. જે મેં ક્યારેય વિચાર્યું નહીં હોય. મન ગભરાતું હતું અને બેચેન.

"મિત્વા, જો તો કંઈક મેઈલ આવ્યો લાગે છે."

"હા! સુરજ જોવ છું."

મિત્વા કંઈક જુએ એના પહેલા જ સુરજ પાછળ થી હગ કરી લે છે. ખુબ જ પ્રેમ જતાવે છે.

"શું થયુ સુરજ?"

"મેઈલ મેં વાંચ્યો. તને જાપાન માં ખુબ જ સારી નોકરી ની ઓફર આવી છે. હું બહુ જ ખુશ છું."

પણ મિત્વા ખુશ થવી જોઈ એટલી થતી નહતી. કંઈક ખૂટતું હતું.

"શું થયુ મિત્વા. તારે નેક્સટ મન્થ જ જોઈનીંગ છે. આપણે વિચાર્યું હતું એ જ રીતે તને જોબ મળી ગઈ અને તું હવે જાય છે. હું પણ થોડા સમય માં આવી જઈશ."

"હમમમ..."

મિત્વા જવા ની તૈયારી શરુ કરે છે.

"સુરજ આ એક ડોક્યુંમેન્ટ આવેલું છે. એમાં તારી સાઈન કરી આપજે ને!"

"હા!"

કઈ જ ચેક કર્યા વગર જ સાઈન કરી આપે છે.

થોડા દિવસ વીતે છે બધી તૈયારીઓ પુરી થઇ જઈ છે અને મિત્વા નો જવા નો દિવસ આવી જાય છે. છેલ્લે જતા જતા મિત્વા કહે છે.

"સુરજ આ પેપર્સ."

"હા! એ તારે સાથે લઇ જવા ના છે ને!"

"ના! સુરજ આજે બંને નું સપનું પૂરું થયુ.જે દિલ માં હતું એ આજે સામે આવ્યું."

"કેવું સપનું?"

"સુરજ! મારું સપનું મારું દિલ મારી જોબ છે. અને આ ડિવોર્સ પેપર્સ છે. હું જાણું છું કે, તું મને નહીં રીમા તારી સાથે જોબ કરે છે. તેની સાથે પ્રેમ માં છે. હું જઈશ એટલે તું આવીશ નહીં ત્યાં. એટલે મેં તને તારા દિલ માં રહેલી રીમા ને અને તે મારું દિલ મારી જોબ મને આપે છે."

"આ શું બોલે છે મિત્વા?"

"તે મારી સાથે રમત રમી પછી એટલે જ મેં તારી સાથે. તે દિવસે જો હું તને કઈ કહેત તો તું મને મનાવવા ની કોશિશ કરેત. મારે એ જોતું નથી. હું બસ મારી જિંદગી જીવવા માંગુ છું. અને તું તારી જિંદગી જીવ."

બસ આ જ સાથે મિત્વા અને સુરજ અલગ થાય છે.

Gujarati Story by Kinjal Sonachhatra : 111847499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now