" મારી ઉપર "
( ગઝલ )
આંખ મારી મને એ ઈશારો કરે.
બોલ મારી ઉપર એ ઈજારો કરે.
હક કરીને ગઝલમાં ઉતારી પછી;
જો જતો પાસમાં તો કિનારો કરે.
એ મને આપશે સાથ, તો એ કહે;
કેમ લાંબા બધા તું વિચારો કરે.
પામવા જાય મારો ભરોશો ભલા;
પ્રેમ છે વાતનો એ લવારો કરે.
સ્હેજ સારો નથી એમ સૌને કહે;
આજ Bન્દાસને એ નઠારો કરે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪