તારો સાથ
રીઅલ સ્ટોરી આધારિત...
"આવ ડોક્ટર, જલ્દી આવ, મારી માઁ ને કંઈક થઇ જશે. એકાદો બાટલો તો ચડાવી દે. મારી માઁ મરી જશે ડોક્ટર. આવ."
આખા હોસ્પિટલમાં લગભગ આખો દિવસ રાડો નાખતી માલતી આમતેમ ભટકતી રહી. કોઈ પણ ડોક્ટર ઈલાજ માટે ના આવ્યા.
"માઁ થોડી હિમ્મત રાખજે"
"મારી માઁ ને કોઈ બાટલો ચડાવી દો ડોક્ટર. મારી માઁ મરી જશે."
જ્યાં સુધી માલતી ની માઁ એ જીવ ખોઈ ના દીધો કોઈ ડોક્ટર તેના ઈલાજ માટે આવ્યા નહિ.
"માઁ!!!"
રડતી - કકડતી આમતેમ ફરતી માલતી સાવ સુન્ન થઇ ગઈ.
"માઁ તું એક જ તો હતી મારી સાથે."
"ડોક્ટર તે જ મારી માઁ ને મારી નાખી. સરકારી હોસ્પિટલ હતી તો ય મારી માઁ નો ઈલાજ કોઈ ડોકટર એ ફ્રી માં ના કરી આપ્યો. માઁ મારી માઁ... અમારી પાસે પૈસા નહતા એટલે ને! અમારું કોઈ નથી એટલે ને. આજે ડોક્ટર મારી માઁ નો જીવ મારો એક નો એક સાથ તારા લીધે ખોયો. મેં મારી માઁ નું આગળ પાછાળ કોઈ નહતું તો લગ્ન ના કર્યા ને આજે મારી માઁ નો સાથ તારા લીધે ખોયો ડોક્ટર તારા લીધે."