ચીંટુએ પીન્ટુને પૂછ્યું :- જે અપરાધ કરવા છતાં કબૂલે નહીં તે કોણ ?
પીન્ટુ :- શેતાન !
ફરી પૂછ્યું - જે પોતાનો ગુનો કબૂલી લે, તે કોણ ?
પીન્ટુ - શાણો !
ચીંટુએ છેવટે પૂછ્યું જે પોતાની ભૂલ ન હોવા છતાં કબૂલી લઈ માફી માંગે, તે કોણ ?
પીન્ટુ – પતિ !
દામ્પત્યજીવનમાં જે આ શાંતિસૂત્રને અપનાવે છે, તેને પતિ કહેવાય છે.
પણ મારા દ્રષ્ટિકોણે બનતા - ઘટતા પ્રસંગોમાં પોતે ગુનેગાર ન હોવા છતાં જે ( પૂર્વ ભવના કર્મ નો સ્વિકાર કરી ) ખુદને ગુનેગાર માને છે, તે જીવનમાં શાંતિ મેળવે છે. પણ એ માત્ર પતિ નથી રહેતો - બધાના હૃદયનો પતિ બને છે.
"જેલર"