શાળા જયને બાકડા પર બેસીયે,
આવ, વિતેલી બાળપણની પળને માણીયે.
સંતાકુકડી,ભમરડા ને ગેબીદડે રમીયે,
આવ, વિતેલી બાળપણની પળને માણીયે.
લુટવા પતંગ શેરીયે શેરીયે ભમીયે,
આવ, વિતેલી બાળપણની પળને માણીયે.
જ્ઞાન-ગમત માટે વડીલો સાથે બેસીયે,
આવ, વિતેલી બાળપણની પળને માણીયે.
એકવાર બાળક બની મોટાપણુ મુકીયે,
આવ, છેલ્લીવાર વિતેલી બાળપણની પળને માણીયે.