બસ તું જ મારો શ્વાસ છે.
ને તું જ મારો વિશ્વાસ છે.
જિંદગીની કડીઓને જોડતી,
મારી ગઝલનો તું પ્રાસ છે.
ટૂંકમાં લખું જો મારી જાતને,
તું મારી જિંદગીનો ક્યાસ છે.
સુખની પળોને માણે છે સાથે,
ને દુખમાં તું જ મારી હાશ છે.
છે તું મંઝિલ “અભિદેવ” ની,
ને તું જ અવિરત પ્રવાસ છે.
“અભિદેવ”