આજે તેના આલિંગનમાં થોડી હૂંફ ખોવાઈ છે,
લાગે છે મારાથીજ તેની થોડી લાગણી ઘવાઈ છે!!
જયારે કોઈ ખાસ વ્યક્તિના એક આલિંગન માત્રથી તમારામાં એક અલગજ એનર્જી આવી જતી હોય પણ એજ વ્યક્તિ આલિંગન કરે પણ જો તેમા હૂંફ ન હોય તો એ પાત્રને જરૂર કોઈ તમારા થકીજ દિલ દુભાણું હશે અને છતાં તમને જતાવવા નથી માંગતી પણ એ રસ્તો સાચો નથી, તમે લડી લો ઝઘડી લો પણ સંબંધોમાં અદ્રશ્ય રેખા ઉભી ન કરો, એ અદ્રશ્ય રેખા એક મજબૂત દિવાલ બનતા વાર નહીં લાગે...
આંખોના ખૂણા લૂછતા હથેળીમાં બુંદ એક સમાઈ છે,
પામી ન જાય પીડા મારી એજ તો મારી ખરાઈ છે!!
સામા પક્ષે પણ આવુંજ કંઈક બનતું હોય છે, પ્રેમ બન્નેને એકબીજા માટે અનહદ હોવા છતાં એકબીજાની ખુશીઓનું જ વિચારી પીડા પણ નથી જતાવતા!
પણ શા માટે? પ્રેમ છે તો જતાવો ..ડગલે ને પગલે પ્રેમના એકરાર કરવાથી પ્રેમ જતાવ્યો ન કહેવાય પણ આવી પીડાની ઘડીમાં ભીની આંખો છૂપાવવાને બદલે આંખોમાં આંખો પોરવી જૂઓ!! , માત્ર ભીના થયેલા ખૂણા પણ તમે ન કહી શકતા વાત પણ સમજાવી દેશે.
નુકશાન વેઠી પ્રીત કેરી રીત આજ થોડી સમજાઈ છે!!!