Gujarati Quote in Story by Kinjal Sonachhatra

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈર્ષ્યા

કોઈ ના ઘરે કઈ પણ સારુ થાય એટલે બીજા ને સીધી બળતરા થવા લાગે. ભલે ને સાત સોના નું ભગવાને તેને સુખ આપ્યું પણ બીજા ને કેમ થોડું પણ સુખ મળ્યું! જોઈ જ ના શકે ને!

રીટા અને સીતા બંને બહેનો.
સીતા તેના નામ પ્રમાણે એકદમ ડાહી અને રીટા થોડી વાયડી. સીતા કોઈ ના સુખ માં સુખી અને રીટા ને બધી વાત માં પ્રોબ્લેમ જ. રીટા અને સીતા બંને ના લગ્ન થઇ ગયા. બંને ને શરૂઆત માં સરખું જ ઘર માં. બહુ પૈસા નહિ પરંતુ માણસો બધા બહુ જ એકબીજા સાથે હળીમળી ને રહે. માતાપિતા ને પણ બીજું શું જોઈ એ? બંને સુખી તો એ પણ સુખી. રીટા ઉંમર માં મોટી અને જેટલી મોટી એટલી જ ખોટી. સીતા બધા ને હેલ્પ કરવા માં માને.

બંને બહેનો ના લગ્ન ના થોડા વર્ષો વીત્યા. રોજ તો દિવસો સરખા ના રહે! રીટાના પતિ ને જે આવક હતી તેમાંથી પણ ઓછી થઇ ગઈ. રીટા આ વાત થી બહુ જ ગુસ્સે અને પછી ધીમે ધીમે તો તેના પતિ ને માન આપતી પણ બંધ થઇ ગઈ. તેના પતિ એ સમજાવી કે, તું થોડી હેલ્પ કરે તો હું બીજો ધંધો ચાલુ કરું. પણ નહિ. રીટા ને બસ ખાવુ પીવું ને જલસા જ. અને તે પોતાના પિયર આવી ગઈ અને સીતા નું સુખ પણ તે જોઈ ના શકી. માતા ને કાન ભંભેરણી કરી ને સીતા સાથે આવા જવા ના વ્યવહાર પણ ઓછા કરાવી દીધા. પિતા બધું શાંતિ થી જોયા કરે અને કોઈ ને કહ્યા વગર સીતા સાથે એમણે વ્યવહાર પહેલા જેવો જ રાખ્યો.

થોડા સમય માં સીતા ના પતિ ને કમળો તાવ થયો અને તેમાં ખુબ જ રૂપિયા દવા અને હોસ્પિટલ માં જતા રહ્યા. આ બધું જોઈ ને રીટા તો બહુ જ ખુશ. અને જયારે પણ સીતા તેના પિયર આવે એક બે દિવસ રોકવા રીટા તેને સંભળાવા નો એકપણ મોકો ના છોડે.

સીતા ના પતિ સાજા થયાં ને સીતા પાસે આવી ને કહ્યું કે, "મારી પાસે હવે કઈ જ રહ્યું નથી. તું તારા પિયર જઈ શકે છે. અહીં હું તને રૂપિયા નું સુખ આ સ્થિતિ માં નહિ આપી શકું."

"ના! આપણે બંને ફરીથી કઈ ધંધો ચાલુ કરશુ અથવા હું કંઈક નવી નોકરી શોધીશ તમે ચિંતા નહિ કરો."

થોડા સમય માં સીતા ના ઘરે સારુ થઇ ગયું. ફરી રીટા તે જોઈ ના શકી. અને જે આવવા જવા નો પિયર માં વ્યવહાર હતો તે બંધ કરાવી દીધો.

અને અહીં રીટા ના સાસરે રીટા ના પતિ નો પણ ખમણ નો બિઝનેસ સરસ ચાલવા લાગ્યો. તે જોઈ ને રીટા એ તેના પતિ ને ફોન કર્યો કે,"હું આવી રહી છું!"

"તે મારાં ખરાબ સમય માં સાથ આપ્યો નથી. તારા માટે ઘર ના દરવાજા બંધ થઇ ચુક્યા છે."

જે રીતે સીતા માટે તેના પિયર ના દરવાજા રીટાના લીધે બંધ થઇ ગયા આજે રીટા માટે તેના જ લીધે તેના પોતાના ઘર (સાસરું) ના દરવાજા બંધ થઇ ગયા.

પિતા એ રીટા ને સમજાવી, "બીજા ની દેખાદેખી અને ઈર્ષ્યા પણ સારી નથી. અંતમાં આપણા કર્મ આપણ ને ક્યારેય છોડતા નથી."

Gujarati Story by Kinjal Sonachhatra : 111846384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now