પલકો બંધ રાખી, ખુલ્લી આંખે પાટા છે
નયનો હજુ ઝેર પીવાય પ્યાસી છે
ભાલા વાગ્યા, હૈયે તો ઘા કાચા છે
પ્રેમ તો પિવાય ગયો, ઝખમ તાજાં છે
પ્રેમનો અહેસાસ તો, વિરહ કેમ છે
વેદનાને સંઘરી રાખી મલમ લાગ્યા છે
તારી નજરો કારાવાસમાં કૈદ છે
હ્રદયનાં દ્વાર તો હંમેશ ઉઘાડા છે
સમુદ્રમાં નખાતું નથી મીઠું, ખારપ છે
છતાંયે નદિઓ ભેટવા દોટ જ મૂકે છે
-Krishvi Surti