નથી હું કવિ પણ મળું છું ગઝલમાં.
કલમથી ઘણું ચીતરું છું ગઝલમાં.
હતું બાળપણ બહુ રંગો ભરેલું,
હવે રંગ એ પાથરું છું ગઝલમાં.
મળ્યા દોસ્ત ઝાઝા સુદામા સરીખા,
હું એનું સ્મરણ ઠાલવું છું ગઝલમાં.
બની મૃગ ચંચળ આ મન દોડતું'તું,
કિશોરી બની વિહરું છું ગઝલમાં.
ખીલ્યું પ્રેમનું પુષ્પ જીવન ચમનમાં,
હું લૈલાની વાતો કરું છું ગઝલમાં.
પ્રભુતામાં પગ માંડતા જે સમજ્યુ,
સતી સીતા થઈને ફરું છું ગઝલમાં.
અનુપમ અનુભવ થ્યો માતા બનીને,
જશોદાની ઝાંખી ભરું છું ગઝલમાં.
છે જીવન આ ઝળહળ ગઝલમાં હવેથી,
હું સ્પંદન બનીને સરું છું ગઝલમાં.
#પાયલ_ઉનડકટ