તેની આંખો
એ છોકરી ને મેં પહેલી વાર એ ગાર્ડનમાં જોયેલી.
દેખાવ માં ખુબ જ સુંદર જાણે રૂપ રૂપ નો અંબાર. નમણો ચેહરો, હોઠ જાણે એકદમ રસીલા, ટામેટા જેવા ગાલ ને આંખો તો એકદમ પિંગરી. એમ થાય કે જોયા જ કરું. છોકરી હોવા છતાં મને તેની સુંદરતા નયનરમ્ય લાગી.
આખો દિવસ અને રાત મને તેની આંખો ને જોઈ ને ઊંઘ જ ના આવી અને આખો દિવસ થયુ કે વાહ ભગવાન ચેહરો તો જાણે થોડો સારો તમે મને આપ્યો પણ એ છોકરી જેવી ભૂરી ભૂરી આંખો આપી હોત ને તો મારી સુંદરતા ની અલગ જ મિસાલ હોત એ જ રીતે કોસતી મારી જિંદગી ને ત્રણ વાગ્યે છેક મને ઊંઘ આવી.
બીજા દિવસે વહેલા જ ઊંઘ ઉડી ને હું એ જ ગાર્ડન માં ફરી ચાલવા ગઈ ને જોયું તો એ છોકરી મને ફરી દેખાઈ. આજે તો મને રહેવાયું જ નહિ અને તેની પાસે જઈ ને કહ્યું, "તું સાચે જ બહુ જ સુંદર છે. હું કાળી છું તું કેટલી રૂપાળી છે. સાચે જ કાલે તને જોઈ ને મને બહુ જ જેલેસી ફીલ થઇ કે તને તો જોઈ એવો છોકરો પસંદ કરી લેશે. કાસ! મને પણ ભગવાન એ તારા જેટલી સરસ સુંદરતા અને આંખો આપી હોત!"
"હું હસુ તારા કરતા સુંદર અને મારી આંખો પણ સુંદર હશે. પણ જે સુંદરતા નિહાળવા માટે ભગવાન એ તને આંખો ની દ્રષ્ટિ આપી છે કદાચ ભગવાન મને આપી હોત તો હું આ દુનિયા ની સુંદરતા જોઈ શક્તિ હોત!"
જયારે મેં તેની પાસે થી જે સાંભળ્યું મને થયુ ભગવાન મારાં પાસે જે છે એમાં જ હું ખુશ છું.