" દુઃખતી રગ "
( ગઝલ )
જ્યારે પણ બોલ અડે એતો.
કે દુઃખતી રગ પકડે એતો.
હોતા ન કદી ક્યાંય કાંટા છતાં;
રસ્તે પણ આજ નડે એતો.
કોઈ ગુનામાં જો પકડું તો;
કાઢું હું વાંક રડે એતો.
રોજ બહાના કાઢી સાચે;
કે મારી સાથ લડે એતો.
Bન્દાસ બની જાતો ઉપર કે;
ટોચથી તો રોજ પડે એતો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ/બંધારણ : ૦૧ ગા × ૦૮ = ૦૮ ગા