રાત એણે વિતાવી એમ મારે પણ વિતાવવી છે!
એકલાં એકલાં રેવાની ટેવ પાડી લેવી છે;
કાયમનો કંકાસ હવે પોસાય તેમ નથી;
બસ હવે તો વચ્ચે દિવાલ ચણાવી લેવી છે;
વર્ષો થયાં છે તમે બઠ માંડીને બેઠા છો એનાં!
આ વખતે તો એકે ક વાત જણાવવી છે!
ચોપાનિયું ભરીને કામ ગણાવવાનું રેવાં દો;
બેકારી,બેરોજગારીને ગરીબીની સંખ્યા જાણવી છે?
કાયમ માટે તો તમે જ દબાવો છો!
આ વખતે ' રાજશી' નેય દુઃખતી રગ દબાવવી છે!
રાજશી બારિયા