રાધાએ કહ્યું કાનાના કાનમાં
રોમાન્સ છે તારો મારા રોમેરોમમાં
આજે સ્વીકારું એ વાત મારા હોશો હવાસમાં
સમાયો છો તું જ રોમેરોમમાં
રોમાન્સ છે તારો મારા રોમેરોમમાં
કહ્યું નથી ક્યારેય રૂબરૂમાં
વાત જાહેર કરવી છે આજે પૂરા બ્રહ્માંડમાં
રોમાન્સ છે તારો મારા રોમેરોમમાં
હૈયુ રહ્યું નથી હવે મારા હાથમાં
સ્વીકારું આ વાત તારા જ મંદિરમાં
રોમાન્સ છે તારો મારા રોમેરોમમાં
સાથ નથી તારો મારા નસીબમાં
પણ વસે છે તું જ મારા હ્રદયની દરેક ધડકનમાં
રોમાન્સ છે તારો મારા રોમેરોમમાં
યોગી
-Dave Yogita