લખવાનું મન
મન મસ્ત મગન એવું થયું
આજ મને લખવાનું મન થયું
શું લખવું કંઈ સમજાય ના
કરૂ શરૂ પણ પૂરું થાય ના
આજ નહીં ચલ કાલ લખીશું
ખાતરી ખરી કાલ નક્કી હોઈશું?
જીવનરેખ હશે કેટલી લાંબી
ભાગ્ય રેખા શું જશે એ આંબી?
જે સૂઝે તે લાવ લખી કાઢું
કાલનો હિસાબ આજે ક્યાં માંડુ!
માણું આનંદે મુગ્ધ જીવન સંગીત
કાલ કોણે જોઈ આજ ગાઈ લઉ ગીત