પરીસ્થિતિ પણ હારી ગઈ મને હરાવવામા.
કોઈપણ ફાવ્યું નૈ પોતાનું ધાર્યું કરાવવામા.
જે લોકો નાચે છે આજે મારી જીતના જશ્નમાં,
એ બધાયને રસ હતો બસ મને હરાવવામા.
પછી એમણે પણ મારી હિંમતને દાદ આપી,
જેમણે કૈ બાકી નો’તું રાખ્યું મને ડરાવવામા.
હું રસ્તો શોધી પોં’ચી ગયો મારા મુકામ પર,
એ ભટકી ગયા ગોળગોળ મને ફરાવવામા.
મધદરિયે “અભિદેવ” જ્યારે ડૂબી નાવ મારી,
તણખલું કામ લાગ્યું સાગર મને તરાવવામા.
દેવેન્દ્ર ભીમડા “અભિદેવ”