ગઝલ
કુટાઈ મર્યા રોજ હાથે કરીને
જતી સૌ કરી મોજ હાથે કરીને
જરૂરત નતી દોસ્ત ડાહયા થવાની
ઘણા ઊંચક્યા બોજ હાથે કરીને
બધા સૂર્ય સાથે થયા અસ્ત જુઓ
ગુમાવ્યા અમે ROSE હાથે કરીને
સતત ને સતત બસ વહાવ્યા જ આંસું
નયનનો કર્યો હોજ હાથે કરીને
હતા લાખ મોતી જ ભીતર પ્રવાસી
કરી ના તમે ખોજ હાથે કરીને
#પ્રવાસી