ગઝલ.
ધરની ચોફેર પતરા લગાડે,
ક્રોડપતિ શાખ જાતે ઘટાડે.
શબની સાથે ત્યાં પતરાં બળી ગ્યાં,
એને ક્હો ત્યાં જઈને લગાડે.
પેંતરા ભેગા થૈં-ને રચે છે,
હું ને સંતોષવા સત ભગાડે.
હાડકાં નાખે લોકો હવનમાં,
કો'કનાં સારાં કામો બગાડે.
આ તો વખતો-વખતની છે વાતો,
જોગી જાગે તો ધૂણો જગાડે.
વિજય જાદવ.