એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે
- Rohit Prajapati
એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે
એમની પાસે કાર્ડ, અમારી પાસે પણ,
એમની પાસે એ.ટી.એમ., અમારી પાસે બી.પી.એલ.
તેઓ પૈસા ગોદડા નીચે મુકે, અમે પણ
તેઓ બે નંબરના હોવાથી, અમારી પાસે બઁકમાં મુકી શકાય તેટલા પૈસા જ ન હોવાથી
એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે
તેઓ સાયકલ ચલાવે, અમે પણ
તેઓ ઘરમાં, અમે રસ્તા ઉપર
તેઓ ઉંધી, અમે છતી
તેઓ ચાલે, અમે પણ
તેઓ બાગ બગીચામાં – જીમમાં, અમે રસ્તા ઉપર
એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે
તેઓ ઉપવાસ કરે, અમે પણ
તેઓ વજન ઉતરવા, અમે અનાજના અભાવે
તેઓ દવાથી કંટાળયા, અમે પણ
તેઓ રોજ-રોજ દવા ખાઈને, અમે દવાના અભાવે
તેઓ નાચે અને બુમો પાડે, અમે પણ
તેઓ પાર્ટીમાં, અમે ધરણાં અને રેલીમાં
એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે
તેઓ ઉધાર ખરીદે, અમે પણ
તેઓ ક્રેડિટ કાર્ડથી, અમે ક્રેડિટ પર
તેઓ સગવડ તરીકે, અમે મજબુરીથી
તેઓ દેવદાર, અમે પણ
તેઓ વધુ પૈસાદાર થવા, અમે જીવન ટકાવવા
એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે
તેઓના બાળકો શાળાએથી સીધા જાય, અમારા પણ
તેઓના બાળકો શાળાએથી ટ્યુશન, અમારા બાળકો શાળાએથી કામે
તેમના હાથમાં મોટરબાઈક, અમારા પણ
તેઓના હાથમાં ચલાવવા માટે,અમારા બાળકોના હાથમાં રીપેરીંગ કરવા
એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે
તેઓ પાણી પીએ, અમે પણ
તેઓ આર.ઓ.માંથી, અમે જ્યાં ત્યાંથી
તેઓ મુક્તિ ઈચ્છે, અમે પણ
તેઓ મૃત્યુબાદ, અમે મોજુદ પારવાર મુશ્કેલીઓથી
તેઓ સપના જુવે, અમે પણ
તેઓ હજુ વધુ પૈસાદાર થવાના, અમે જીવન ટકાવી રાખવાના
એમનું અને અમારુ ઘણું સરખું, પણ જુદી જ રીતે!
-----------------
किसी Researcherने रेलवे स्टेशन पर रहते Child Labour से पूछा: "तुम Vegetarian हो या Non-Vegetarian?"
उसने बताया: "खाने पर निर्भर है, क्या खाना मिल सकता है"
वो समझदार था, उसने अपने Research का Topic ही बदलकर 'Poverty' कर दिया।
- Rohit Prajapati