તશ્તિર ......
મૂળ ગઝલ
ન કાશી કે કાબા તરફ ચાલીએ !
તસુભાર એનાં તરફ ચાલીએ !
સલીબના ઈશારા તરફ ચાલીએ
ચલો,સહેજ ખીલાં તરફ ચાલીએ
અહીં મન મૂકીને મળાતું નથી
તું આવે તો મેળા તરફ ચાલીએ !
બધાં સ્વપ્નને હોમી દઈને હવે
થયું કે, ધુમાડા તરફ ચાલીએ !
આ અંધારું ઘેરું થતું જાય છે
તો થોડુંક દીવા તરફ ચાલીએ!
ભરત ભટ્ટ
----------------------------------------
ન કાશી કે કાબા તરફ ચાલીએ!
દયા ધર્મ દાતા તરફ ચાલીએ!
સલીબના ઈશારા તરફ ચાલીએ!
અહમના જનાજા તરફ ચાલીએ!
અહીં મન મુકીને મળાતું નથી!
ગગનના એ ચંદા તરફ ચાલીએ!
બધાં સ્વપ્નને હોમી દઇને હવે!
અપાવે જે શાતા તરફ ચાલીએ!
આ અંધારું ઘેરું થતું જાય છે!
પ્રકાશે એ દીપક તરફ ચાલીએ!
પાયલ ઉનડકટ
---------------------