જિંદગીમાં દ્વંદ્વ છે ભૈ આ કે ઓલું?
પ્રશ્નના વિકલ્પ છે ભૈ આ કે ઓલું?
એકસૂત્ર હોય છે એના નિયમ હોં;
ઉગતાનો અસ્ત છે ભૈ આ કે ઓલું.
આ સમયને દિલ જેવું ક્યાં કશું છે?
એ જ એનો મંત્ર છે ભૈ આ કે ઓલું?
બાર અંકોમાં જ સઘળાં કેદ લાગે;
જે મળે તે વ્યસ્ત છે ભૈ આ કે ઓલું.
હોય નિર્ણયની ઘડી એવા સમે ક્યાં;
પૂછતું આ તંત્ર છે ભૈ આ કે ઓલું?
મેદની હો લાખની, ને પૂછતી હો એ બધાને;
કોણ અહીંયા ત્રસ્ત છે ભૈ આ કે ઓલું?
અર્થ પૂછે છે શબદને તું જ કહે ને!
બોલને શું મસ્ત છે ભૈ આ કે ઓલું?
એકલા રદ્દિફથી પણ થાય શું જો?
કાફિયા પરસ્ત છે ભૈ આ કે ઓલું!
#ડૉ_મુકેશ_જોષી