શીર્ષક: લઇ બેસો.
બહુ અંધારાઓને કોશો નહીં,
ભીતર એકાદ દીપ લઇ બેસો.
એ આવશે આશા છોડી દો,
સ્વયં કાર્યની રીત લઇ બેસો.
લખાય જાય છે અઘરું નથી,
ક્યારેક કોઇક ટીસ લઇ બેસો.
હારવાનું બનતું રહેવાનું અહીં,
ફરીને ઉઠવાની જીદ લઇ બેસો.
કરી લેશું પછી એ રાગ મૂકી દો,
અત્યારનું સુંદર ગીત લઇ બેસો.
"નીલ "