*શ્વાસ*
અટકી જાય શ્વાસ હજુ એ સામા મળે
ભટકી જાય મન જ્યારે એ સામા મળે
વળગે એની યાદ જેટલીવાર સામા મળે
અટકી જાય શ્વાસ હજુ એ સામા મળે
છુપી જ ન રહે નજર નજર અંદાજ કરે
સરકી જાય પાલવ પાલવ વસમાં ન રહે
હરખ ન માય ઉર ચાર નયનો સામાં મળે
અટકી રહે શ્વાસ,શ્વાસ કેમ વસમાં રહે
યોગેશ વ્યાસ