Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શૂન્ય પાલનપુરીની ખૂબ સરસ રચના*

બહાર થી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા,
સબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા..

ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહને હતો એક દિવસ,
આથમતા સુરજ ના કંઈ બહુ અજવાળા નથી હોતા..

અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી,
એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહીઉકાળા નથી હોતા..

ઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો,
જપી જાવ હવે, પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા..

અહમ ઘવાશે, ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં,
સ્વમાન સાચવજો, સહુ કંઈ સંયમવાળા નથી હોતા..

અફસોસમાં નીકળી જશે આયખું આખું એમ ને એમ,
માણો મન ભરી, જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા..

મિત્રો..! જીંદગી અને ગણિતને જોડશો તો ખાશો ખત્તા,
લેણદેણ હશે તો લેશો, બાકી ‘શૂન્ય' ના સરવાળા નથી હોતા….!!

- *શૂન્ય પાલનપુરી*

🌹🌹🌹🌹🌹

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111845389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now