દ્દુનીયાના રંગમંચ પર એક નાટક ભજવવા આવ્યો છું
નાટક છે આ જિંદગી એ સત્ય સમજવા આવ્યો છું
જીવન અને મોત વચ્ચે પણ
એક જિંદગી જીવવા આવ્યો છું
દુનિયાના રંગમંચ પર એક નાટક ભજવવા આવ્યો છું
સ્વાર્થ વચ્ચે પણ ક્યાંક પ્રેમ છે
જે માણવા આવ્યો છું
દુનિયાના રંગમંચ પર એક નાટક ભજવવા આવ્યો છું
રોજ રોજ બદલાય છે કિરદાર મારો
અલગ અલગ પાત્ર ભજવવા આવ્યો છું
દુનિયાના રંગમંચ પર એક નાટક ભજવવા આવ્યો છું
મારું તારું કરતા કરતા
બધું મૂકવા આવ્યો છું
દુનિયાના રંગમંચ પર એક નાટક ભજવવા આવ્યો છું
ખબર છે હાથમાં નથી કંઈ તોય
ભવનું ભાથું ભેગું કરવા આવ્યો છું
દુનિયાના રંગમંચ પર એક નાટક ભજવવા આવ્યો છું
યોગી
-Dave Yogita