" ખાલી ચણો વાગે ઘણો "
સાચી કરે વાતો બધા ખાલી ચણો વાગે ઘણો.
જાણી અને કરવી કથા ખાલી ચણો વાગે ઘણો.
અભિમાન ના કરવું કદી નિર્મળ બનીને જીવવું;
એમાં થશે ઉદ્ધાર હા ખાલી ચણો વાગે ઘણો.
કે ગાડરિયા જેમ ચાલો ના કદી જીવન મહીં;
દોડો બુદ્ધિ દોડાવતા ખાલી ચણો વાગે ઘણો.
ભગવાન કરશે એકવાર ભલા કસોટી કામની;
એ યાદ રાખી લો સદા ખાલી ચણો વાગે ઘણો.
સત્યના રસ્તે Bન્દાસ ચાલો આવશે ના અડચણ કદી;
રોજે નિભાવી લો પ્રથા ખાલી ચણો વાગે ઘણો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : હજઝ ( ગા ગા લ ગા × ૦૪ )