વ્યથા હું મારી વર્ણવી ના શક્યો
સાંભળતા હતા બધા ત્યારે રડી ના શક્યો
મારા દર્દ હું કોઈને દેખાડી ના શક્યો
સહન કર્યું ઘણુ પણ કહી ના શક્યો
મારા દિલના દરવાજા ખોલી ના શક્યો
તૂટી ગયો તોય ઉહ પણ કરી ના શક્યો
સ્વાદ પ્રમાણે ખારો તો બની ગયો
પણ સ્વભાવ પ્રમાણે જવાબ આપી ના શક્યો
ચટાનની જેમ ઉભો તો રહી ગયો
પણ મારા આંસુઓમાં વહી ના શક્યો
તૂટીને વિખરાઈ તો ગયો
પણ આ ટુકડા હું ભેગા કરી ના શક્યો
યોગી
-Dave Yogita